Sunday, March 4, 2012

ઉભો છું



અધ:રસ્તે તારી રાહ જોઇ ઉભો છું
તારી યાદોનો સંગાથ લઇ ઉભો છું.
મને ખબર છે તુ નહીં આવે, છતાં
તારા આવવાની આશ લઇ ઉભો છું.
ભુલ થઇ ગઇ મને માફ કરીદે…!
પસ્તાવાનું પોટલું સાથ લઇ ઉભો છું.
પહેલી મુલાકાતમાં તેં આપેલી તારી
એ ઘડિયાળ હાથ લઇ ઉભો છું.
       
દોસ્ત! તું ગઇ ને જાણે જીવ ગયો
કે, એક જીવતી લાશ લઇ ઉભો છું.

No comments:

Post a Comment