Saturday, March 10, 2012

જા!


જા! હવે તારી મોહબ્બત નથી જોઇતી
ઉપકારની એ ચાહત નથી જોઇતી.
આજ લગી દિલને દઝાડતી રહી તુ
હવે, તારી ખોટી રાહત નથી જોઇતી.
હા, હકિકતથી હું ઘણો વાકેફ છું
મને શમણાંની જુઠી સજાવટ નથી જોઇતી.
રડતો રહ્યો હું ને તુ ચાલી ગઇ
કે, રસ્તામાં મળે હવે રુકાવટ નથી જોઇતી.
જા! હુસ્ન તારું હશે શોહામણુ
પણ, તુજ સંગ જીંદગીની ફાવટ નથી જોઇતી.

દિલની વેદના


રાહ જોઇ બેસી રહ્યો તારી રોજ એજ મુકામે
પણ, તુ ક્યારેય ના મળી રસ્તામાં એકલી.
આજ સુધી ઉત્તર ના આવ્યો મારી આશિકીનો
મેં રોજ પ્રીત ભરી ચિઠ્ઠીઓ ઘણી મોકલી.
તુ મને ચાહે કે ના ચાહે કોઇ ફર્ક નથી
મુજ મંદિરમાં વસી છો તુ એક્લી.
વાંચતી હો તુ સહિયર તો સારું જ હતું
મેં ગઝલરૂપે દિલની વેદનાઓ લખી મોકલી.
યમ-એ-બંદા આય તુજ સરનામું પુછતા
ફિકર ના કર સખી,
        મેં ખુદ મારી તસવીર દોરી મોકલી.

નહીં માને


જાણુ છું હુ ઘણી જીદ્દ્દી છે એ
એ કોઇનુ કહેવું નહી માને.
મારી સિફારીશ લઇ તમે જાતા ના
એ તમારું કહેવુંય નહી માને.
આંખોમાં એની ધગધગતા અંગાર
ને એ બીડેલા હોઠ પણ નહીં માને.
દઝાડશે એ દિલ મારુ ને પોતાનું પણ
પણ, દિલનું કહેવું એ નહીં માને.
એની નફરત કે જેની કોઇ હદ નથી
હવે, ઉલ્ફતની રીત એ નહીં માને.
જાણુ છું જીંદગી મારી કરશે એ બરબાદ
પણ, મને એક મોકો આપવા નહી માને.

લુંટી ગયો



ખુદા! ક્યાં ખમીર તારો ખુટી ગયો
કે, મુજ નિર્ધનને તુ લુંટી ગયો.
અધરસ્તે ક્યાંક ખોવાણી મારી શાયરી
ને આ ગઝલનો સાર પણ તુ ઝુંટી ગયો.

ક્યાંથી લાવુ એ સુર પાછો
મને કોઇ નવા શબ્દ તો આપો
એ જુની કવિતાથી નાતો મારો ટુટી ગયો.
એક દોસ્ત મારો મુજથી છુટી ગયો, કે
જીવવાનો એક સહારો પણ તુ ઝુંટી ગયો.
એ ખુદા તારી એટલી મહેરબાંની
જા નહીં કરુ હવે સાદ તને
તુ જ શ્રદ્ધા કેરો શીશો આજે ફુટી ગયો.

ચાલ્યા ગયાં



હજુ રાત વિરહની વીતી નહોતી
ને, હંમેશ માટે વિદાય આપી
એ ક્યાં ચાલ્યાં ગયાં છે?

અજાણે કોઇ દર્દ દિલની દેતાં ગયાં
કોઇ તો જણાવો મને, કે
એ ક્યાં ચલ્યા ગયાં છે?
જીંદગીભર તડપતા રહેશે જીનું
યાદોના એવા ઢગલા કરી
એ ક્યાં ચાલ્યા ગયાં છે?
તમે જ કહો એ ચાંદ-તારો
મારી આ જીંદગી બદલીને
એ ક્યાં ચાલ્યા ગયાં છે?
દોસ્ત બની કેવી દોસ્તી નિભાવી
દોસ્તને અધરસ્તે રઝળતો મુકી
એ ક્યાં ચાલ્યાં ગયાં છે?
જીનુંને હતી ઝંખના બસ
એક લાગણીભર્યા અહેસાસની
દુખનો આ સાગર હાથમાં થમાવી
એ ક્યાં ચાલ્યાં ગયાં છે?


પાછળ



બસ, બે ચાર દીનો કર્યો હતો મેં વાયદો
પણ, તુ તો હંમેશ માટે છોડી ગઇ
મને તારી પાછળ.

દુખ છે બસ એટલું તને ના આવી મારી યાદ
કે, શું થશે મારું?
દોસ્ત તારી પાછળ.

આંખ મારી કહે મુખડુ મલકાવી તુ હસીં
કદાચ, તુ છુપી છે
તારી તસવીર પાછળ.
અડધી રાતે અંધકારમાં દેખાણો તારો ચહેરો
પછી, નીંદ ક્યાં આવે!!!
તારી યાદ પાછળ.

મન કહે મારું હું ગુનેગારુ છું તારો
આઝાદી છે મારી
મારી બરબાદી પાછળ.
તારી માફક છોડી દઉ દુનિયા તારી પાછળ
કોણ જાણે પછી..,
          શું કહેશે લોક મારી પાછળ…?



દોસ્ત



પસાર થઇશ હું એ રસ્તેથી
ને, તુ મારી સાથ થવાની છે.
કોઇને ખબર નહીં પડે પણ
તારી સાથે વાત થવની છે.
નથી સહી સકતો તારાથી દૂરી
હવે, એની આખરી રાત થવાની છે.
ઝંખુછું તુજ એક દોસ્ત આવતા જનમમાં પણ
આ જીંદગી મારી બરબાદ થવાની છે.
ફિકર ના કરતી એ દોસ્ત્..!
હવે, થોડા સમયમાં જ
આપણી ઝન્નતમાં મુલાકાત થવાની છે.

તારી ખોટ સાલે છે



માનુ તારા વગર દુનિયા ચાલે છે
પણ, જો જીનુ કેવા બેહાલે છે.
દિવસ ઉગેછે મારો અંધકાર માં
દુખ-દર્દની ભરતી ઓટ ચાલે છે.
આંખો તને જોવા અધુરી, ને
તુ જ ધડકન બની ચાલે છે.
તારા નયનોમાં એ વહેતાં પાણી
જાણે તુ કોઇ સવાલે છે.

મીઠી મીઠી તારી એ વાતો
આજે પણ મારા કાને છે.
જો! હુ ઘણો થાકી ગયો છુ
હવે મને વધુ ના સતાવ
તારા વગર જીવી હું શુ કરું?
દોસ્ત, તારી ઘણી ખોટ સાલે છે.

તારા વીના



તને ભુલવાની કોશિશમાં
આજે ખુદને ભુલી બેઠો
એ દોસ્ત તારી આરઝુંમાં
હું પાગલ બની બેઠો.
આશ હતી કે આમ જ
તું સાથ રહીશ સદા
તારા વિરહની આગમાં
વરસતો વાદળ બની બેઠો.
એ દોસ્ત! બસ એકવાર
તું મળીજા મને, કે આજે
આ નાદાન દિલને
તારો ભરોસો દઇ બેઠો.
તારી પ્રસંશા પામી
બનવા જતો હતો શાયર
તારી જુદાઇમાં દાઝી
હું ઘાયલ બની બેઠો.
ખબર નથી મને, કે
શું ભુલ કરી બેઠો
તારા એ હર દર્દ કાજે
ખુદને ઇલ્ઝામ દઇ બેઠો.
ફિકર હતી મારી તો
બસ એક તને જ
તારા વીના આ દુનિયામાં
હું સાવ એકલો બની બેઠો.

તારા વગર



તારા વગર હવે મને ફાવતું નથી
તારી જેમ કોઇ ફરજ બજાવતું નથી.
નીત તારો જ ખયાલ રહે છે દિલમાં
મારા ખયાલોમાં કોઇ બીજું આવતું નથી.
તરસ્યો બેઠો છુ તારી રાહ જોઇ, વણકીધે
તારી જેમ કોઇ તરસ છિપાવતું નથી.
જ્યારથી રિસાઇ ગઇ છે તુ મુજથી
આ જીવતર મને વસમુ લાગે છે.
તારા જવાથી સુનું પડ્યું છે ઘર
એમાં કોઇ શોર મચાવતું નથી.
હવે, આ જીંદગીનો અંત ઇસ્છુ છું
રાહ જોજે હું પણ મોત ઝંખું છું

કબર ગાળું છું



હસતી હતી તુ કેવી! સંગ મારી
મારી સંગ તારી એ યાદો લાવું છું.
થઇ કાલ તારી બરબાદી મુજ નામે
જો! આજ હું ખુદને લુંટાવું છું.
સાંભળ્યું હતું કાયા વીના પડછાયા ના હોય
પણ રોજ તારા હું પડછાયા ભાળું છું.
ઠંડક દિલને પહોંચે એ આશથી
અરમાન દિલનાં હું આગમાં પલાળું છું.
શાંત સમુંદર જોયો હતો સપનામાં
આંખ ખુલે બસ તોફાન ભાળું છું.

જીવવાની આશ હવે હોય ક્યાંથી!
જીવવાના નામથી રોજ ખુદને મારું છું.
થઇ હતી મુલાકાત આપણી જે મુકામે
આજ હું ત્યાં મારી કબર ગાળું છું.

એ મને શોધતી હશે



ગગનના તારામાં, નભના કિનારામાં
નસીબના સિતારામાં, મૌસમ-એ-બહારામાં
એ મને શોધતી હશે.

સમયના આરામાં, પ્રુથ્વીના પારામાં
સાગરના ઘસારામાં, વસંતના નઝારામાં
એ મને શોધતી હશે.
રાતના અંધારામાં, સુરજના ઝગારામાં
ઉંચા કોઇ મિનારામાં, જગ આ સારામાં
એ મને શોધતી હશે.
નદિઓની ધારામાં, ફુલોના શરારામાં
ગઝલના સહારામાં, શબ્દોના ઇશારામાં
એ મને શોધતી હશે.

જીત આપણી જ થવાની


લાખ કોશિશ કરીલે આ દુનિયા
મને તને મળતાં રોકી નથી શકવાની.
છુપાવી લઇશ હું એ રીતે બાહોમાં તને
કે, આ દુનિયા કદી શોધી નથી શકવીની.
મંઝિલ પર જઇને બેઠોછું આજે, છતાં
કહેછે દુનિયા કે તને મંઝિલ નથી મળવાની.
કોણ સમજાવે આ દુશ્મન દુનિયાને, કે
પ્રેમીઓને દુનિયાની કોઇ રીત નથી નડવાની
ફિકર ના કરતી પ્રિયે! તુ આ દુનિયાની
મારામાં હિંમ્મત છે આખી દુનિયા સાથે લડવાની.

સોગંધ છે તારી! ઝ્ઝુંમીશ હું છેલ્લા સ્વાસ સુધી
જો મરી ગયો તોય જીત આપણી જ થવાની.

જીદ


તુ ખોટી જીદ પકડીને બેઠી છે.
દિલનાં અરમાન મનમાં જકડીને બેઠી છે.
જાણું છું દિલ તારુ વશ થયું મને
તો તુ શુકામ આટ્લું અકડીને બેઠી છે.
નજર તારી કહે હાલ તુજ અંતરના
કરીલે વિસામો એ ઘણું રખડીને બેઠી છે.
જાણું તને એકરાર કરતાં આવે લાજ
ખોટો શરમનો દુપટ્ટો ઢકડીને બેઠી છે.
જોજે ના કરીદે બદનામ તુજને
જવાનીની જે આગ
પડદા પછાળ તુ પકડીને બેઠી છે.

પરી


એ દિવસ હજુ યાદ છે જ્યારે
ઢળતી સાંજે એમની સંગ આંખ મળી હતી.
અમે તો હતા અજાણ આ પ્રેમ શબ્દ્થી
પણ, એમને જોતાં મને મંઝિલ મળી હતી.
હોઠોથી તો એકરાર કરવાની હિંમત નહોતી
બસ, અનામિકાના ઇશારે વાત કરી હતી.
જ્યારે-જ્યારે નીકળતી એ મારી શેરીમાંથી
મારા સ્વાસોમાં એની જ ખુશ્બુ ભળી હતી.

હા, એને પણ ડર હતો જરા બદનામીનો, છતાં
સુનસાન ગલીમાં એ ચોરી-ચોરી મળી હતી.
આજે એના વગર મન નથી માનતુ
એ ચહેરાનું તેજ, એ નશીલી આંખો
                                        જાણે એ કોઇ પરી હતી.

તમને


તમને ભુલું એવી પળ નથી.
તમને યાદ કર્યા વગર કળ નથી.
તમને ચાહ્યાં પણ આ ફળ નથી.
તમને શોધું પણ કોઇ હળ નથી.
તમને ઢાળું યાદોમાં એવો ઢળ નથી.
તમને ગુંથું યાદોમાં એવો વળ નથી.
તમને મળી શકું એવું તળ નથી.
તમને વટી જાઉં હું પ્રબળ નથી.
તમને પાછા લાવવાનું બળ નથી.
તમને ખોયાં જીંદગી સરળ નથી.

તમે જ હતાં


મારી લાગણીઓ ને વેદનામાં તમે જ હતા
મારી ઇસ્છા ને અરમાનો તમે જ હતા
મારા વિચારો ને સપનાં તમે જ હતાં
બબડતો રહ્યો જેને અડધી રાતે તમે જ હતા
મારી ડુબતી નૈયાના તારક તમે જ હતા
મારી મંઝિલ ને મારગ પણ તમે જ હતા
મારા સ્વસોની સુગંધમાં તમે જ હતા
આ દિલની હર ધડકનમાં તમે જ હતા

એ ઝાકળ એ મુકુંદમાં તમે જ હતા
વરસતા વાદળોની બુંદબુંદમાં તમે જ હતા
મારા શબ્દોનું અર્થઘટન તમે જ હતા
હર શાયરીનું સમર્થન તમે જ હતા

Sunday, March 4, 2012

શરુઆત


સહિયર તો એક બહાનુ છે દોસ્ત!
મારે તો દિલની વાત લખવી છે.
થઇ હતી જે થોડા દિવસો પહેલાં
આજ એ દરેક મુલાકાત લખવી છે.
આજ સુધી જે સચવીને રખી છે
તેની એ હરેક યાદ લખવી છે.
છે હજુ હોઠો પર મારા, બસ
આજે એ ફરિયાદ લખવી છે.
જ્યારે-જ્યારે આવી એ મારા ખયાલોમાં
સપનાની એ હરેક રાત લખવી છે.
હા, અજાણતા જે થઇ ગઇ મારાથી
આજે અ કહાનીની શરુઆત લખવી છે.

સુંદર


ફર્યો હું તારા આખા ગામમાં, પણ
સખી! તુજથી કોઇ સુંદર જોઇ નથી.
તંનથી તો છે હરેક સોહમણા, પણ
મનથી કોઇ સુંદર જોઇ નથી.
તારી તો આંખો પણ કરે છે વાતો
આવી ખુબી કોઇની અંદર જોઇ નથી.
શીદને કરું તારી સરખામણી ફુલો સંગ
આટ્લી કોમળતા મેં એમની અંદર જોઇ નથી.
તારી જુલ્ફોની આડમાં જિંદગી ગુજારવાનું મન થાય
એનાથી શીતળ કોઇ છાંય જોઇ નથી.
સંસ્કારોનુ તેજ ચમકાવેછે તારી સુંદરતાને
સખી! સાચેજ તુજ્થી કોઇ સુંદર જોઇ નથી.

સબંધોની આડમાં


                હુ જરા પાછળ રહી ગયો, ને
મારી આ જિંદગી મુંજવાણી છે.
અંધારાની એકલતામાં લખેલી
મારી એક શાયરી ખોવાની છે.
હતી મારી તકદીર એવી, બસ
આંખોના પાનીમાં ધોવાણી છે.
કેવી રીતે કહું આ દુનિયાને
કે, સબંધોની આડમાં
મારી માસુમ મહોબ્બત ફસાણી છે.

જિતેન્દ્ર કુમાર
[માંડોત્રી, પાટણ]
-           

સાચવીને રાખી


જ્યારથી જોઇ તને બસ સપનાં જોતો રહ્યો
સપનાંની એ હરેક રાત સચવીને રાખી છે.
આજે પુછ કે કેટલો ચાહું છું તને
તારી હરેક સૌગાત સાચવીને રાખી છે.
તુ ના હોય તો યાદોમાં લાવું તને
કે, હરેક જુની યાદ સાચવીને રાખી છે.
કેમ કરી વિસરુ મધરાતની એ પળ
હોઠો પર આવેલી હરેક વાત સાચવીને રાખી છે.
યાદ કર, ખુલ્લા ખેતરમાં કેવાં વિહરતાં આપણે
આપણી એ હરેક મુલાકાત સાચવીને રાખી છે.

સપનું તૂટ્યું


બંધાઇ ગઇ કોઇનાથી લાગણી એવી
કે, મારું સુખ્-ચેન સઘળું લુટ્યું છે.
વર્ષોથી તમન્ના હતી મળવાની જેને
સામે આવી તો વહાલનું ઝરણું ખુટ્યું છે.
છે ઇસ્છા કે એની પર જીંદગી નિસાર કરું
પણ, આજે ખુદ એજ મુજથી રુઠ્યું છે.
થઇ મુલાકાત તો એકરાર કર્યો મેં પ્રેમનો
ને મધરાતે મારુ સપનું તુટ્યું છે.
રાહ જોઇ એમની તડપે છે જીનું સહરામાં
જાન ગઇ નીકળી ને પગતળે પાણી ફુટ્યું છે.

સૌગાત


 બસ, બાંધી લઉ એક પોટલું તારી યાદોનું
દુનિયા પાસેથી મારે બીજુ કાંઇ લેવુ નથી.
તોડ્યું છે તેં આ દિલ જાણી જોઇને
પણ, મહેફિલમાં નામ તારુ દેવું નથી.
યાદ અપાવશે હરઘડી મને એ તારી
હવે, એ જુના ઘર માં મારે રહેવું નથી.
તારાથી છુટા પડવાનું આ સારુ બહાનું છે
હવે, મારે વધું એક દર્દ સહેવું નથી.
સાચવીને રાખજે હરેક સૌગાત
જીનુંની નિશાની છે
બસ, બીજુ તને કાંઇ કહેવું નથી.

શબ્દો ઓછા પડ્યા


કાગળથી કાગળ જેમ છુટા પડ્યા
તારી સંગ જોયેલાં એ સપનાં જુઠાં પડ્યાં
એક તો કાગળ સીધો અમે મુક્યો નહોતો
ને તારી સહિ-સિક્કો બેઉ ઉંધા પડ્યા
પહેલી મુલાકાતે કરી હતી જ્યાં વાત દિલની
એજ રસ્તે અમે આજ વિખુટા પડ્યાં
જાણું છું દોસ્ત એમાં વાંક તારો નથી
ઇતો પ્રેમમાં અમે જ જરા ભાંઠા પડ્યા.
કદાચ, સજી ઢજીને આવ્યા હતા દુશ્મનો
યા અમારા જ હથિયાર થોડાં બુઠાં પડ્યાં
લખવા ગયો તમારા વિશે તો એવું બન્યું, કે
ક્યાંક શાહી ખુટી ને ક્યાંક શબ્દો ઓછા પડ્યા.

યાદોની વનઝાર


ફાડશે જો મારા  દિલને તેઓ
એમાંથી તુ સરેઆમ નીકળશે
તારી છબી, તારી ચાહત
તારી યાદોની વણઝાર નીકળશે.
તારા વગર તારા પર લખી કવિતા
અમાં શું સાર નીકળશે.....!!!!
ચાલ ખુદને ધરુ તારી સામે
એમાંથી તુ આરપાર નીકળશે.
ખુલ્લી આંખે ખાલી ઘર મારું
બારી ખોલું અંધકાર નીકળશે
સપનાં દેખાડે અરમાન દિલનાં
લાવ, આંખ મીંચુ સંસાર નીકળશે.
હોઠ પર તારા રાખુ ગુલાબ
એમાંથી કોઇ રસધાર નીકળશે
મન તારું રાખજે મનમાં
હસરત દિલની બહાર નીકળશે.
દિલથી દિલને મનાવી તો જો
મિલન કોઇ મજેદાર નીકળશે
બેસ સામે લખુ એક શાયરી
મનમાં જીતના ખયાલ હજાર નીકળશે.

યાદ નથી આવતી


પ્રિયે! ફિકર ના કર તુ મારા દિલની
હવે, મને તારી યાદ નથી આવતી
હરેક પળોમાં ત્યારે તનેજ નિહાળતો હતો
હવે, એ પળ પાછી નથી આવતી
હા, નીંદમાં તુજ સંગ જોયાં સપનાં ઘણાં
પણ, હવે મને એ નીંદ નથી આવતી.
હતો ઇરાદો જીંદગી વિતાવવાનો સંગ તારી
હવે, મને આ જીંદગી જ રાજ નથી આવતી.
હરઘડી બેચેન રહેતો હતો તારી જુદાઇમાં
હવે, તારી દુરી મને નથી સતાવતી.
બસ હવે એ સમજી ભુલી જઇશ તને
કે, દરેકને મોહબ્બત રાજ નથી આવતી.

માગી લે


આજ ઇશ્ક્નો અંજામ તુ માગી લે
કર મને બદનામ મારું નામ તુ માગી લે.
મળવાનાં વળી ક્યાં છે કોઇ થેકાણાં
સપનામાં મળે મારું ગામ તુ માગી લે.
ભલે આંખથી કર તુ લાખ ઇશારા પણ
મારા શબ્દોનો કોઇ ઇલ્ઝામ તુ માગી લે.
રેશ્મી લટોમાં લડ્થડિયાં ખાય જાણે કેટલા!
હજુ હોઠો પર કોઇ જામ તુ માગી લે.
વદ કરતાં શીતળ છે છાંય આ દિલતળે
ના કર વિચાર ઝાઝા વિરામ તુ માગી લે.
હસરત દિલની ક્યાં સુધી રાખીશ બંધ હોઠોમાં
ઉઠાવ નજર મને નિશાન તુ માગી લે.
આજ કર્યો છે મેં કોઇની વાયદો
એમ કર આવતી કાલ તુ માગી લે.

પ્રેમનો વ્યવહાર


એ નજરોથી વાર કરી ગઇ, કે
કોઇ તીર આ દિલની પાર કરી ગઇ.

ખાલી હતુ આ દિલ કદાચ એની જ માટે
એ આ દિલને નિહાલ કરી ગઇ
મારા હરેક સપનાં સાકાર કરી ગઇ.
હતી એ કુમળી કિશોરી સત્તર વરસની
છતાં, કોઇ કામણ કરી ગઇ
મને ખુદ મુજથી લાચાર કરી ગઇ.
દિલ દઇ દિલ લીધુ એણે મારું
એ દિલોના સૌદા કરી ગઇ
કે, મુજ પર એક ઉપકાર કરી ગઇ.
ઉજડી ગયો હતો જે ગુલશન પતઝડમાં
એમાં એ થોડી ખુશ્બુ ભરી ગઇ
કે, તુટેલા દિલને રાહત કરી ગઇ

આજ સુધી ભટકતો રહ્યો હું વફાને શોધવા
ને આ સ્વાર્થની દુનિયામાં
                પ્રેમનો વ્યવહાર કરી ગઇ.