Sunday, March 4, 2012

આભાસ



એ દોસ્ત તુ નથી તો પછી
તારા હોવાનો આભાસ કેમ છે
જો રાત વીતી ગઇ
તને યાદ કરતાં કરતાં
અંધકાર બની આ જીંદગી, પણ
તારી યાદોમાં એક ઉજાશ કેમ છે
તારા વિરહમાં
મન મુકીને વરસી ગઇ આ આંખો
પણ, એમાં તારી તસવીર
હજુ કોરી અને લાજવાબ કેમ છે
વિખુટો પડે તારાથી
એક યુગ વીતી ગયો
તો પછી, આજે પણ
તને હમણાં જ મળ્યાનો અહેસાસ કેમ છે
જાણું છું છુટી ગયો તારો સાથ
હવે ભવ ભવ સુધી
છતાં, તુ એક દી જરુર મળીશ
જીનુને એવો વિસ્વાશ કેમ છે

No comments:

Post a Comment