Saturday, March 10, 2012

જા!


જા! હવે તારી મોહબ્બત નથી જોઇતી
ઉપકારની એ ચાહત નથી જોઇતી.
આજ લગી દિલને દઝાડતી રહી તુ
હવે, તારી ખોટી રાહત નથી જોઇતી.
હા, હકિકતથી હું ઘણો વાકેફ છું
મને શમણાંની જુઠી સજાવટ નથી જોઇતી.
રડતો રહ્યો હું ને તુ ચાલી ગઇ
કે, રસ્તામાં મળે હવે રુકાવટ નથી જોઇતી.
જા! હુસ્ન તારું હશે શોહામણુ
પણ, તુજ સંગ જીંદગીની ફાવટ નથી જોઇતી.

દિલની વેદના


રાહ જોઇ બેસી રહ્યો તારી રોજ એજ મુકામે
પણ, તુ ક્યારેય ના મળી રસ્તામાં એકલી.
આજ સુધી ઉત્તર ના આવ્યો મારી આશિકીનો
મેં રોજ પ્રીત ભરી ચિઠ્ઠીઓ ઘણી મોકલી.
તુ મને ચાહે કે ના ચાહે કોઇ ફર્ક નથી
મુજ મંદિરમાં વસી છો તુ એક્લી.
વાંચતી હો તુ સહિયર તો સારું જ હતું
મેં ગઝલરૂપે દિલની વેદનાઓ લખી મોકલી.
યમ-એ-બંદા આય તુજ સરનામું પુછતા
ફિકર ના કર સખી,
        મેં ખુદ મારી તસવીર દોરી મોકલી.

નહીં માને


જાણુ છું હુ ઘણી જીદ્દ્દી છે એ
એ કોઇનુ કહેવું નહી માને.
મારી સિફારીશ લઇ તમે જાતા ના
એ તમારું કહેવુંય નહી માને.
આંખોમાં એની ધગધગતા અંગાર
ને એ બીડેલા હોઠ પણ નહીં માને.
દઝાડશે એ દિલ મારુ ને પોતાનું પણ
પણ, દિલનું કહેવું એ નહીં માને.
એની નફરત કે જેની કોઇ હદ નથી
હવે, ઉલ્ફતની રીત એ નહીં માને.
જાણુ છું જીંદગી મારી કરશે એ બરબાદ
પણ, મને એક મોકો આપવા નહી માને.

લુંટી ગયો



ખુદા! ક્યાં ખમીર તારો ખુટી ગયો
કે, મુજ નિર્ધનને તુ લુંટી ગયો.
અધરસ્તે ક્યાંક ખોવાણી મારી શાયરી
ને આ ગઝલનો સાર પણ તુ ઝુંટી ગયો.

ક્યાંથી લાવુ એ સુર પાછો
મને કોઇ નવા શબ્દ તો આપો
એ જુની કવિતાથી નાતો મારો ટુટી ગયો.
એક દોસ્ત મારો મુજથી છુટી ગયો, કે
જીવવાનો એક સહારો પણ તુ ઝુંટી ગયો.
એ ખુદા તારી એટલી મહેરબાંની
જા નહીં કરુ હવે સાદ તને
તુ જ શ્રદ્ધા કેરો શીશો આજે ફુટી ગયો.

ચાલ્યા ગયાં



હજુ રાત વિરહની વીતી નહોતી
ને, હંમેશ માટે વિદાય આપી
એ ક્યાં ચાલ્યાં ગયાં છે?

અજાણે કોઇ દર્દ દિલની દેતાં ગયાં
કોઇ તો જણાવો મને, કે
એ ક્યાં ચલ્યા ગયાં છે?
જીંદગીભર તડપતા રહેશે જીનું
યાદોના એવા ઢગલા કરી
એ ક્યાં ચાલ્યા ગયાં છે?
તમે જ કહો એ ચાંદ-તારો
મારી આ જીંદગી બદલીને
એ ક્યાં ચાલ્યા ગયાં છે?
દોસ્ત બની કેવી દોસ્તી નિભાવી
દોસ્તને અધરસ્તે રઝળતો મુકી
એ ક્યાં ચાલ્યાં ગયાં છે?
જીનુંને હતી ઝંખના બસ
એક લાગણીભર્યા અહેસાસની
દુખનો આ સાગર હાથમાં થમાવી
એ ક્યાં ચાલ્યાં ગયાં છે?


પાછળ



બસ, બે ચાર દીનો કર્યો હતો મેં વાયદો
પણ, તુ તો હંમેશ માટે છોડી ગઇ
મને તારી પાછળ.

દુખ છે બસ એટલું તને ના આવી મારી યાદ
કે, શું થશે મારું?
દોસ્ત તારી પાછળ.

આંખ મારી કહે મુખડુ મલકાવી તુ હસીં
કદાચ, તુ છુપી છે
તારી તસવીર પાછળ.
અડધી રાતે અંધકારમાં દેખાણો તારો ચહેરો
પછી, નીંદ ક્યાં આવે!!!
તારી યાદ પાછળ.

મન કહે મારું હું ગુનેગારુ છું તારો
આઝાદી છે મારી
મારી બરબાદી પાછળ.
તારી માફક છોડી દઉ દુનિયા તારી પાછળ
કોણ જાણે પછી..,
          શું કહેશે લોક મારી પાછળ…?