Sunday, March 4, 2012

અવની ની રેત


દોસ્ત! દોસ્તીમાં દગો તુ દઇ ગઇ
ડુબાડી મને મધદરિયે પાર તુ થઇ ગઇ.
હજુ કાલ મળી હતી તુ હસતી મને
ને આજ તુ એક યાદ થઇ ગઇ.
રાત પડેને શોધું તને વાદ્ળોમાં
તારા રુપે ગગનમાં તુ વિલીન થઇ ગઇ.
સરિતારુપે વહેતી હતી તુ વનમાં
સાગર તરસતો રહ્યો
ને, તુ પહાડોમાં ચકનાચુંર થઇ ગઇ.
જીનું દિદાર તારો હવે કરશે ક્યાંથી?
આજ અવની ની રેત તુ થઇ ગઇ.

No comments:

Post a Comment