Sunday, March 4, 2012

તારી યાદ


તારી સંગ વિતાવેલા એ દિવસોમાં સરી પડ્યો
આજે ફરી હુ તને યાદ કરી રડી પડ્યો.
ગઇ રાતે આવ્યુ મને એક અદભુત સ્વપ્નુ
કે, તને સામે જોતાં જ તારી બાહોમાં ઢ્ળી પડ્યો.

મને શુ ખબર તારી યાદ આટલી આવશે
લાગ્યુ જાણે બ્રહ્માંડમાંથી કોઇ તારો ખરી પડ્યો.
પછી, યાદ આવી તેં આપેલી એક નિશાની
બેબાકળો બની એ તસવીર શોધવા વળી પડ્યો.
જ્યારે મેં જોયો તારો એ હસતો ચહેરો
તારી સંગ વિતાવેલા અ દિવસો મા સરી પડ્યો.

No comments:

Post a Comment