Sunday, March 4, 2012

ખુશ રહેજે


હવે, લાખ બોલાવુ તને તથ્ય નથી,
કે, તુજથી મેળાપ મારો શક્ય નથી,
વીતેલી વાતોને યાદ તુ કરતી રહેજે.
ગુલશન લુંટાયો છે કેશુડાના ચાળે,
વિખરાયેલાં ફુલોમાંથી એ ખુશ્બુ નહી મળે,
નવા મૌસમને સ્વાસમાં તુ ભરતી રહેજે.
           
ના મળી મને દુનિયાની કોઇ ખુશી,
આ હોઠ ના જાણે કેવી હોય હસીં,
તેમ છતાં તુ સદા હસતી રહેજે.
મારા ભાગ્યને મારી સાથે વેર છે,
મનમાં પણ લાગણીઓનું ઝેર છે,
મુજથી તુ દુર જરા ખસતી રહેજે.
આ જીંદગી મારી એળે ગઇ,
મારી મોત મારી મેળે ગઇ,
પણ, તુ સદા ખુશ રહેજે.

No comments:

Post a Comment