એ નજરોથી વાર કરી ગઇ, કે
કોઇ તીર આ દિલની પાર કરી ગઇ.
ખાલી હતુ આ દિલ કદાચ એની જ માટે
એ આ દિલને નિહાલ કરી ગઇ
મારા હરેક સપનાં સાકાર કરી ગઇ.
હતી એ કુમળી કિશોરી સત્તર વરસની
છતાં, કોઇ કામણ કરી ગઇ
મને ખુદ મુજથી લાચાર કરી ગઇ.
દિલ દઇ દિલ લીધુ એણે મારું
એ દિલોના સૌદા કરી ગઇ
કે, મુજ પર એક ઉપકાર કરી ગઇ.
ઉજડી ગયો હતો જે ગુલશન પતઝડમાં
એમાં એ થોડી ખુશ્બુ ભરી ગઇ
કે, તુટેલા દિલને રાહત કરી ગઇ
આજ સુધી ભટકતો રહ્યો હું વફાને શોધવા
ને આ સ્વાર્થની દુનિયામાં
એ ‘પ્રેમનો વ્યવહાર’ કરી ગઇ.
No comments:
Post a Comment