Sunday, March 4, 2012

મને પાસ તારી લઇતજા તું



તારી જુદાઇ મને જીવવા નથી દેતી
મને પાસ તારી લઇજા તું
યાદ આવે છે તારી મીઠી-મીઠી વાતો
મને જીવવા નથી દેતી તારી યાદો
મને પાસ તારી લઇજા તું
કહેતી હતી જીંદગીભર સાથ રહીશું
આમ વચનો તોડી ના જા તું
મને પાસ તારી લઇજા તું
યાદ છે મને નીંદમાંથી તેં જગાવેલો  
એવો કોઇ સ્પર્શ સ્નેહનો દઇજા તું
મને પાસ તારી લઇજા તું
વસવસો રહેશે મને જીંદગીભર
પુછેલા એ સવાલનો જવાબ દઇજા તું
મને પાસ તારી લઇજા તું
તારા પૈગામ વીના જીનુંને નીંદ નહી આવે
આ દિલને કોઇ દિલાસો દઇજા તું
મને પાસ તારી લઇજા તું
જાણું છું તું સાવ એકલી છે
તને મારા વગર ફાવશે નહીં
દોસ્ત મંજુંરી લઇ એ ખુદાની
મને પાસ તારી લઇજા તું.

No comments:

Post a Comment